શોધખોળ કરો

Gujarat Rain: આજે વીજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત: રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે તેવી પ્રબળ શક્યતા છે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4  ઈંચથી વધુ  વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે

હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી  ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે.  બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે. ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને  આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી,સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે.  અમદાવાદ, ગાંધીનગર,સાબરકાંઠા,  ખેડા, આણંદ  આ તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  

સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ,અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી,સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાાં સારો વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં મોડીરાત્રિથી ધોધમાર વરસાદ વરસ્યો.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ

ડાંગ જિલ્લામાં નવરાત્રિના પ્રથમ દિવસે ભારે વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદીના પાણી બાર ખાંધીયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા. અંબિકા નદીના પાણીમાં અનેક લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા. ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યું હતું. અંબિકા, ગીરા, પૂર્ણા નદીના પાણી ગામોમાં ઘૂસ્યા હતા. બાર ખાંધીયા ગામમાં ઘરોમાં અંબિકા નદીના પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદથી વઘઈ- આહવા જતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. માછલી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget