શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

હવામાન વિભાગે વરસાદની લઈને ફરી એક વખત આગાહી કરી છે.  રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગાંધીનગર:  હવામાન વિભાગે વરસાદની લઈને ફરી એક વખત આગાહી કરી છે.  રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 21 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં વરસાદ વરસશે.  

22 ઓગસ્ટના  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.  

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક હળવો વરસાદ રહેશે. મધ્ય પ્રદેશમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં હાલ સુધી 93.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. 

ઇડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ઈડરના લાલોડા,સદાતપુરા,ગંભીરપુરા,સાપાવાડા અને જાદર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.  પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. વરસાદ વરસતા મગફળીના પાકને પિયત મળશે.

સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.  લાંબા વિરામ બાદ હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો છે.  હિંમતનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  હિંમતનગર શહેરના મોતીપુરા,સહકારીજીન,છાપરિયા અને ટાવર રોડ વિસ્તારમાં વરસાદ  વરસ્યો છે.  લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. 

વડોદરા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ

વડોદરા જિલ્લાના શિનોરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શિનોર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ છે. શિનોર પંથકના ગામડાઓમાં કયાંક અમી છાંટણા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  

લાંબા વિરામ બાદ શિનોર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  વહેલી સવારથી વરસાદ વરસતા શિનોર પંથકમાં ઠંડક પ્રસરી છે.  શિનોર, મિઢોળ, સુરાસામળ, સાધલી, ઉતરાજ, સેગવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા છે. 

વડોદરાના કરજણ શહેર અને તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.  કરજણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  લાંબા વિરામ બાદ કરજણ  પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  વહેલી સવારથી વરસાદ વરસતા કરજણ પંથકમાં ઠંડક પ્રસરી છે.  નેશનલ હાઇવે નંબર 48, જુના બજાર વિસ્તાર, નવા બજાર વિસ્તાર, આમોદ રોડ, પાદરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget