શોધખોળ કરો
ગુજરાતના ખેડૂતો માટે સારાં સમાચાર: ચોમાસાની શરૂઆત ક્યારથી થશે? વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 31થી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે જેના કારણે આગામી ચાર દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે.

સમગ્ર ગુજરાતમાં એકબાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ચોમાસુનું સમયસર આગમન થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર પણ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 31થી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે જેના કારણે આગામી ચાર દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. ખેડૂતો માટે સારાં સમાચાર એ છે કે, આ વખતે ચોમાસુનું સમયસર આગમન થશે. હાલ ગુજરાતમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર પણ જોવા મળી રહી છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, 1 જૂનના કેરળમાં ચોમાસાનું આગમનની પણ આગાહી કરી છે. ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ છે. 31થી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેના કારણે આગામી સમયમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં હાલ પ્રી મોનસુન એક્ટિવિટીની અસર પણ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. આજથી આગામી 4 દિવસ ગુજરાતમાં વાતાવરણમાં પલટો રહેશે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
