શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં મેઘમહેરઃ 46 તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ
સૌરાષ્ટ્રમાં કેશોદમાં 55 મિમિ, વિસાવદરમાં 30, માંગરોળમાં 2 મિમિ વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં નૈઋત્ય ચોમાસાનું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગમન થઈ ચુક્યું છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગઈકાલથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત પર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરને કારણે બે દિવસ દરમિયાન ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. (તસવીર ફાઈલ તસવીર છે.)
મંગળવારે 4૬ તાલુકાઓમાં એક ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. બપોર સુધીમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૬૭ મી.મી. એટલે કે પોણા ત્રણ ઇંચ જેટલો અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ૬૪ મી.મી. એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રમાં કેશોદમાં 55 મિમિ, વિસાવદરમાં 30, માંગરોળમાં 2 મિમિ વરસાદ પડ્યો છે. જામગનરના લાલપુરમાં અઢી ઈંચ, લાલપુરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. ધ્રોલમાં 58 મિમિ, જામજોધપુરમાં 2 મિમિ વરસ્યો હતો. કચ્ચ ઝિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર રાપર તાલુકામાં 66 મિમિ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં એક ઈંચ, વાંકાનેરમાં 40, મોરબીમાં 15 મિમિ વરસાદ પડ્યો છે.
ભાગનગરમાં 4 લકાલમાં બે ઇંચ, ઘોઘામાં 16 મિમિ, તળાજામાં 13, ઉમરાળા તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના સમીમાં 16 મિમિ, મહેસાણા જિલ્લાના કડીમાં 24 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે સારબકાંઠાના પોશી તાલુકામાં 26, વડાલીમાં 22 મિમિ વરસાદ પડ્યો હતો. અંકલેશ્વરમાં 17 મિમિ, નર્મદાના સાગબારામાં 10, નવસારીમાં 12, ડાંગના સુબીરમાં 13 મિમિ, વઘઈમાં 7, તાપીના નિઝરમાં 54, સોનગઢમાં 41, સુરત જિલ્લાના ઓલપાડમાં 32, સુરત શહેરમાં 69, બારડોલીમાં 7 અને પલસાણા તાલુકામાં 16 મિમિ વરસાદ વરસ્યો છે.
વલસાડમાં ઉમરગામમાં 2 અને કપરાવાડમાં 6 મિમિ વરસાદ પડ્યો હતો. ઘોઘંબામાં 35, ગોધરામાં 65, જાંબુઘોડામાં 42 અને શહેરામાં 66 મિમિ વરસાદ પડ્યો છે. દાહોદમાં 28, ગરબાડામાં 18, દેવગઢ બારિયામાં 25, સિંગવડમાં 29, સંજેલીમાં 25, છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં 25, બોડેલીમાં 43, છોટા ઉદેપુરમાં 66, ક્વાંટમાં 17 મિમિ વરસાદ ખાબક્યો છે.
સાબરકાંઠામાં વહેલી સવારે કાળા ડિબાંગ વાળદો બાદ બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અહીં પોશીના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. તો કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં નખત્રાણા અને મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, આ સિવાય યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, દિવસભર ગરમીના ઉકળાટ બાદ સાંજે વરસાદ શરૂ થયો, આ સિવાય ભારે પવન અને ગાજવીજ પણ થઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion