શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી બન્ને સિસ્ટમની અસર હેઠળ 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ વિસ્તારમાં જ્યારે 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના
અમદાવાદ: હાલ ગુજરાતમાં ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. વધુમાં ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ ગુજરાતમાં આગામી બે દિવસ 11 અને 12 માર્ચે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી બન્ને સિસ્ટમની અસર હેઠળ 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ વિસ્તારમાં જ્યારે 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. જોકે ત્યારબાદ વાતાવરણ સૂકું રહેશે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજસ્થાન પર સાયક્લોન સરક્યુલેશન સક્રિય થવાની સંભાવનાને કારણે તેની અસર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓ પર પણ જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆત થઈ રહી ત્યારે જ કમોસમી વરસાદ આવતાં તે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સ્થિતિ દર્શાવી રહ્યું છે. આ કમોસમી વરસાદને કારણે આંબા પર મોર ખરી જતાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
આ સમય દરમિયાન રાતના સમયે લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થશે નહીં પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.5 ડિગ્રી ઘટીને 33.3 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.9 ડિગ્રી વધીને 18.9 ડિગ્રી નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement