શોધખોળ કરો

Gujarat Rain:  રાજ્યના 13 જિલ્લાના 59 તાલુકાઓમાં  વરસાદ,જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ ?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં  વરસાદ વરસ્યો છે.  સૌથી વધારે ચાર ઈંચ વરસાદ દાહોદના દેવગઢ બારીયામાં નોંધાયો છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં  વરસાદ વરસ્યો છે.  સૌથી વધારે ચાર ઈંચ વરસાદ દાહોદના દેવગઢ બારીયામાં નોંધાયો છે.  13 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તર દેશે અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે  મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા,  આણંદ,  ભરૂચ, પંચમહાલ, દાહોદ,  વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. 

રાજ્યમાં 13 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુધોડામાં 4 ઈચ જેટલો વરસાદ વરસ્યો છે.  પંચમહાલના ગોધરામાં 3.5 ઈચ વરસાદ વરસ્યો છે.   

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શરુ થયો વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કેટલાક વિલ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદનું આગમન થયું છે. જેતપુર પંથકમા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાં રાહત મળી છે. ધીમી ધારે જેતપુર પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

જેસર તાલુકા પથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદી વાતાવરણ બધાતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજપરા, રાણપડા, રાણીગામ, ચીરોડ સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget