શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને ગુજરાતમાં હજુ કેટલા કલાક સુધી કમોસમી વરસાદની કરી આગાહી ? જાણો
રાજ્યમાં સતત ત્રીજા વરસાદે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો છે.
ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આજે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલને લઇ ખેડૂતો ચિંતિત છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરુચ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.
ગઇકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને ઉભા પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જો કે રાજ્ય પર હજુ આગામી 24 કલાક કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સતત ત્રીજા વરસાદે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો છે. ઝરમર વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement