શોધખોળ કરો
Advertisement
રાજ્યના 98 તાલુકામાં વરસાદ, સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી નાવલી નદીમાં પૂર
રાજ્યના 98 તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લા સાવરકુંડલામાં નોંધાયો છે.
ગાંધીનગર : રાજ્યના 98 તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લા સાવરકુંડલામાં નોંધાયો છે. સાવરકુંડલામાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા, રાજુલા, વડેરા , હિંડોરણા ચોકડી,છતડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સાવરકુંડલાના વીજયાનગર, બાઢડા અને જાબાળમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
સાવરકુંડલામાં પડેલા અનારાધાર વરસાદથી નાવલી નદીમાં પૂર આવ્યુ છે. હાથસણી સહિતના ગામોમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવતાં કાંઠાની દુકાનોમાં પણ પાણી ઘુસ્યા છે.
અમરેલી જિલ્લાના લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. લીલાયા તાલુકાના ઈંગોરાળા ગામમાં બે ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. સતત પડેલા વરસાદથી રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા.
અમરેલી જિલ્લાના બાઢડા ગામે પડેલા મૂશળધાર વરસાદથી ધામણિયો નદી અને સુરજવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદને કારણે બાઢડાથી અભરામપરા-સુરજવડી જવાનો રસ્તો બંધ થયો છે. લાંબા વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion