શોધખોળ કરો

Bridge collapsed: ચોમાસાની દસ્તક સાથે જ રાજકોટના આ પુલના થયા બે કટકા, વાહનવ્યવહાર ઠપ્પ

ચોમાસાની પ્રારંભે જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે, રાજકોટના પડધરી તાલુકામાં પહેલા વરસાદે જ પુલના બે કટકા થતાં જનજીવન પ્રભાવિત થયું છે.

Bridge collapsed:

ચોમાસાના પહેલા વરસાદના રાઉન્ડમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે. રાજકોટના પડધરી તાલુકાના સરપદડ ગામના પુલના બે કટકા થઇ ગયા છે. પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. નોંઘનિય છે કે, આ પુલ આઠથી દસ ગામને જોડે છે. જેના કારણે આ તમામ ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત થયું છે. પુલ તૂટતા ગ્રામજનનો વાહન વ્યવહાર બિલકુલ ઠપ્પ થઇ ગયો છે. પુલના બે કટકા થઇ જતાં સલામતીના ભાગરૂપે આ રસ્તાને બ્લોક કરી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આંધી પવન સાથે વરસાદ વરસ્યો હતો. જો કે ચોમાસાના પહેલા રાઉન્ડના વરસાદમાં જ નવો જ બનેલો પુલ ધરાશાયી થઇ જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે.  

શુક્રવારે કયાં પડ્યો વરસાદ?

ચોમાસાના આગમન વચ્ચે આકરા ઉનાળો જતા રાજ્યના 207 પૈકી 120 જળાશયો  તળિયાઝાટક થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ફક્ત નવ ટકા જ પાણીનો સંગ્રહ છે.  86 જળાશયોમાં 10 ટકા કરતા ઓછો જળસંગ્રહ  છે.

રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઇ રહી છે. આ દરમિયાન શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો, અહીં એકથી સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અમરેલી, પડધરી, વાંકાનેર, સુરત, વલસાડમાં  વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

શુક્રવારે મોડી સાંજે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું પવન સાથે વરસાદ વરસ્યો. અમદાવાદના  બોડકદેવ અને જોધપુર વિસ્તારમાં વરસ્યો ધોધમાર અડધો ઈંચ વરસાદ.. તો બોપલ, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી.  નોંધનિય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો સરેરાશ 8.52 મિ.મી વરસાદ નોંધાયો છે.

રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા. સરપદડ, હીદડ, રાદડ, કેરાળા, ઈટાળા સહિતના ગામમાં વરસ્યો દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો. લોધિકા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગે રસ્તા ખેતરને પાણીથી તરબોળ કરી દીધા છે.  

 સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં સાંજના સમયે વરસ્યો વરસાદ... સરા સહિત આસપાસના ગામોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થતાં  લોકોને ગરમીથી  રાહત મળી.અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. વઢવાણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક  પ્રસરી જતાં લોકોએ રાહત અનુભવી.

તો બીજી તરફ   પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ થતાં અહીં  ટાવર ધરાશાયી થયો હતો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. અમરેલીના સાવરકુંડલામાં...ઠવી, વીરડી, વાશિયાલી, ભોકરવા સહિતના ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે ખેતરો  પાણી પાણી થયા હતા.  વરસાદના કારણે સ્થાનિક નદીમાં પણ પાણીની ભારે આવક થઇ છે.

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં  મેઘરાજાની ધમાકેદાર એંટ્રી  થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અહીં  ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં..સિહોર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ  ગાજવીજ વરસાદ તૂટી પડ્યો.... કુંભણ, ગળથર સહિતના ગામોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી  ફરી વળ્યા. વરસાદના સઆગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ છે.

તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું લોધિકાના રાવકી, ધુળીયા, પાંભર, ઈટાળા સહિતના ગામોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો,.  વરસાના આગમનથી .સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઇ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે રાજકોટના પડધરી તાલુકામાં  વરસાદના કારણે પુલનો કેટલોક ભાગ તૂટતા વાહન ચાલકોને પરેશાની થઇ રહી છે.  રાજકોટના પડધરી તાલુકાના .સરપદળ ગામમાં 8થી 10 ગામોને જોડતો પુલ તૂટી જતા  જનજીવન પ્રભાવિત થયુ છે.મોરબીમાં..વાંકાનેર હાઇવે પર  ગાજવીજ સાથે વરસાદ વરસતાં  વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget