શોધખોળ કરો
Advertisement
રાજપીપળા: ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો, કાર હવામાં ઉછીને પછી......
મહારાષ્ટ્રનો એક મરાઠી પરિવાર પોતાની કાર લઈને સ્ટેચ્યુ ઓફ યૂનટી જોવા કેવડિયા આવી રહ્યો હતો. રાજપીપળા નજીક કુંવરપુરા ગામ પાસે અકસ્માત થયો હતો.
રાજપીપળા: રાજપીપળા નજીક કુંવરપુરા ગામ પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલ પમ્પ પાસે મંગળવારે એક કાર અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રનો એક મરાઠી પરિવાર પોતાની કાર લઈને સ્ટેચ્યુ ઓફ યૂનટી જોવા કેવડિયા આવી રહ્યો હતો. તે દરમિયાન રુદ્રાક્ષ પેટ્રોલ પમ્પ પાસે એક કાર ચાલકે પૂર ઝડપથી આવતી આ કાર ને જોયા વગર વાળી દીધી જેથી સામે આવતી કાર જોઈને પોતાની કારને કાબુમાં લેવા જતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને હવામાં ઉછળીને પલ્ટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર પાંચેય પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. જો કે બે લોકોને ઈજા પહોંચી હતી.
મહારાષ્ટ્રના પનવેલમાં રહેતા અશોકકુમાર વાડીલાલ પાંચ સભ્યના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રાજપીપળા આવી રહ્યાં હતા. કારમાં બે પુરુષ બે મહિલા અને 10 વર્ષની બાળકી મળી કુલ પાંચ શખ્સો હતા.
ગાડીમાં સવાર બે પુરુષ, બે મહિલાઓ સહિત તેમની 10 વર્ષની એક દીકરી પણ હતી જેમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઇજા થઇ હતી. પરંતુ આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઇ નહીં. પેટ્રોલ પમ્પના મેનેજર અને તેમના સ્ટાફે 108 બોલાવી રાજપીપળા સિવિલમાં તેઓને મોકલ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion