Accident: અમદાવાદ-ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત, 25 મુસાફરો ઘાયલ
આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં 25 લોકો ઘાયલ થવાના સામાચાર છે, અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી
Road Accident News: આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં 25 લોકો ઘાયલ થવાના સામાચાર છે, અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી, જેમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતો, હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ અને ગોધરાની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના હાઇવે પર ગળતેશ્વરના મેનપુરા પાસે ઘટી હતી.
અકસ્માતની ઘટના એવી છે કે, વહેલી સવારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી, આ અકસ્માત અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે થયો થયો હતો, આ અકસ્માતમાં ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયેલી ટ્રાવેલ્સમાં એક ટ્રાવેલ્સ ઉજ્જૈનથી પાછી ફરી રહી હતી, જેમાં અમદાવાદના નરોડાના મુસાફરો સવાર હતા, તો વળી બીજી ટ્રાવેલ્સ મુસાફરોને મધ્યપ્રદેશથી જામજોધપુર લઇ જઇ રહી હતી. લોકો કહી રહ્યાં છે કે, અકસ્માત અમદાવાદ-ઇન્દોર હાઇવે પર પડેલા મસમોટા ખાડાના કારણે સર્જાયો છે. આ સાથે જ હાઇવે ઓથોરિટીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિકો અને પોલીસની મદદથી 108 દ્વારા હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ, હાઇવે પર રૉન્ગ સાઇડ આવતી એક્ટિવાને સ્કૉર્પિયોએ મારી જોરદાર ટક્કર
રાજકોટમાંથી વધુ એક મોટી હિટ એન્ડ રન એક્સિડેન્ટની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૉર્પિયો કાર ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી દીધી હતા, આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીમાં કેપ્ચર થયેલા સીન પરથી જાણી શકાય છે કે, એક્ટિવા ચાલક રૉડની રૉન્ગ સાઇડમાં મૉપેડ હંકારી રહ્યો હતો, અકસ્માત સર્જનારા બન્ને શહેરના ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી હતી, જ્યાં આ અકસ્માતની ઘટના ઘટી હતી. આજે રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો, હાલમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત સ્પષ્ટપણે જોઇ શકાય છે. રાજકોટ-જામનગર હાઇવે પર સ્કૉર્પિયો કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એકટીવા ચાલક રૉડની રૉન્ગ સાઇડ પર ડિવાઇડરની નજીકથી પસાર થઇ રહ્યો હતો, તે સમયે સામેથી આવી રહેલા સ્કૉર્પિયો કારે તેને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં સુરજસિંહ નામના શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ ઉપરાંત કમલ થાપા નામના વ્યક્તિને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત શહેરના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ઘંટેશ્વર પાર્ક નજીક સર્જાયો હતો, અકસ્માત સર્જનારા બન્ને શખ્સો ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી કરતા હતા.