શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સરદાર સરોવર ડેમની સપાટી 138.27 મીટરે સ્થિર, 20 દિવસ બાદ ગોરા બ્રિજ રાહદારીઓ માટે શરૂ
સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.27 મીટર છે.
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.27 મીટર છે. સરદાર સરોવર ડેમના 15 દરવાજા હાલ ખુલ્લા છે, જેમાંથી 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ બાદ કેવડિયાનો ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડેમ માં થોડા સમયથી પાણીની આવક સામે જાવક વધારીને આ સપાટી નર્મદા ડેમની સુરક્ષા માટે જાળવી રાખવામાં આવી છે. નર્મદા નદીનાં પાણી કાંઠાનાં ગામોમાંથી ઓસરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કાંઠા વિસ્તારનાં 175 ગામોમાંથી જળસંકટ પણ ટળ્યું છે.
કેવડિયાનો ગોરા બ્રિજ 20 દિવસ પછી રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. તેના પર પાણી ફરી વળતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion