(Source: ECI/ABP News/ABP Majha)
Kutch : સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત
સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો. બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું.
ભુજઃ કચ્છમાં ભુજના દેશલપર (વાઢાય) પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દાદા દાદી પાર્ક પાસે અકસ્માતમાં બોલેરામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 વડે હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો. બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ છે. કોઈને પણ ઇજા પહોંચી નથી.
અન્ય એક અકસ્માતમાં, માલપુરના સોનિકપુર ગામ પાસે ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. અકસ્માતમાં વધુ એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. લગ્નપ્રસંગ પતાવી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઘાયલ ચાર અમદાવાદ લોકોને ખસેડાયા હતા.અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. ગઈ કાલે આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. માલપુર પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ હાઇવે પર વહેલી સવારે 5.30 આસપાસ થયો અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરિયો ભરેલા ટ્રકે પલ્ટી મારી હતી. અકસ્માતમાં ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. તાલુકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે ક્રેન બોલાવી કારના પતરા કાપી એક યુવકને જીવતો કાઢ્યો બહાર. યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો.
નવસારીઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત થતાં 3 યુવકોના મોત નીપજ્યા છે. ધોરાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 2 વલસાડના અને ૧ નવસારીના યુવાનોના મોત નીપજ્યા છે. વલસાડથી સુરત તરફ જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકના નામ
અજય પટેલ
આયુષ પટેલ
મયુર પટેલ
સુરતઃ શહેરના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં યુવાનનું મોત નીપજ્યું છે. પગ સ્લિપ થતાં 10મ માળેથી યુવક નીચે પટકાયો હતો. 8 મહિના પહેલાં UPથી રોજગારી માટે મૃતક યુવાન આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાન નું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આજે વહેલી સવારે યુવક બિલ્ડિંગ પરથી નીચે પટકાતા 18 વર્ષીય યુવાનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક સાજન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. સાજન અહીં છેલ્લા 8 મહિનાથી કામ કરતો હતો. સાજનનો પગ સ્લિપ થઈ જતાં નીચે પટકાયો હતો. જ્યાં દુર્ઘટના ઘટી એ પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડિંગ છે અને નવનિર્મિત છે.
મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારી સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો, ત્યારે સવારે 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લિપ થઈ જતાં સાજન નીચે પટકાયો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સાજન સુરતમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. તેનો આખો પરિવાર વતનમાં રહે છે.