School Closed: ભારે વરસાદને પગલે આ બે જિલ્લામાં આવતીકાલે સ્કૂલો અને કોલેજોમાં રહેશે રજા
ગુજરાતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે
![School Closed: ભારે વરસાદને પગલે આ બે જિલ્લામાં આવતીકાલે સ્કૂલો અને કોલેજોમાં રહેશે રજા Schools and colleges will be closed tomorrow in these two districts due to heavy rain School Closed: ભારે વરસાદને પગલે આ બે જિલ્લામાં આવતીકાલે સ્કૂલો અને કોલેજોમાં રહેશે રજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/bf17a42591d9ed79dc937abcb77c83201657733966_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
School Closed: ગુજરાતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે એટલે કે 14, જૂલાઇ 2022ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. વલસાડમા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં રજા જાહેર કરાઇ છે.
આવતીકાલે ૧૪/૭/૨૨ જિલ્લાના તમામ શાળા, આંગણવાડી, કોલેજો , ITI બંધ રહેશે. તમામ આચાર્યશ્રીઓએ જે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકે તેમ છે, તે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે, ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ રહેશે.@DDO_VALSAD @SEOC_Gujarat @pkumarias @CMOGuj
— Collector Valsad (@collectorvalsad) July 13, 2022
તે સિવાય જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢમાં પ્રાથમિક સરકારી શાળા અને ખાનગી શાળાઓમાં ૧૪ અને ૧૫ જૂલાઈ એમ બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. જોકે, શિક્ષકો તથા વહીવટી સ્ટાફ નિયમિત રીતે ફરજ પર હાજર રહેશે. જૂનાગઢમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે 14 અન 15 જુલાઈ બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આગામી બે દિવસ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં 14 અને 15 જુલાઇ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.
Zika Virus: આ પાડોશી રાજ્યમાં 7 વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ, જાણો ઝિકા વાયરસના લક્ષણો
IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)