શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસના મહિલા નેતાએ મોટુ નિવેદન, કહ્યું- કોંગ્રેસમાં સેકન્ડ કેડરની નેતાગીરી પક્ષને ઉધઈની જેમ ખતમ કરી રહી છે
પક્ષના પ્લેટફોર્મને પૈસા બનાવવાનું અને ટિકીટની સોદાબાજીનું પ્લેટફોર્મ બનાવી દીધું છે.
કૉંગ્રેસના મહિલા ઉપપ્રમુખ બાદ હવે મહેસાણામાં કૉંગ્રેસના મહિલા નેતાએ મોટુ નિવેદન આપ્યું છે. મહેસાણા મહિલા કૉંગ્રેસના નેતા વંદનાબેન પટેલે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસમાં સેકંડ કેડરની નેતાગીરી પક્ષને ઉધઈની જેમ ખતમ કરી રહી છે.
પક્ષના પ્લેટફોર્મને પૈસા બનાવવાનું અને ટિકીટની સોદાબાજીનું પ્લેટફોર્મ બનાવી દીધું છે. મહેસાણા જિલ્લામાં એક તરફ કૉંગ્રેસનો આંતરિક વિખવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. ત્યારે મહિલા કૉંગ્રેસના નેતા વંદનાબેન પટેલને જિલ્લા કૉંગ્રેસે નારાજ નેતાઓને મનાવવા મોકલ્યા હતાં. અહીં વંદનાબેને આ નિવેદન આપ્યું છે.
આટલું જ નહીં વંદનાબેન પટેલે દાવો કર્યો કે કિર્તીસિંહ ઝાલાને મહેસાણા કૉંગ્રેસમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી. છતાં કિર્તીસિંહે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રાજેંદ્રસિંહને રબ્બર સ્ટેમ્પ બનાવી કામગીરી કરતા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement