શોધખોળ કરો
નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, જાણો ડેમના કેટલા દરવાજા ખોલાયા ?
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યાં છે. સરદાર સરોવરમાં 1,17,000 ક્યૂસેક પાણીની આવક થતાં નર્મદા બંધ 132.41 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે.

નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યાં છે. સરદાર સરોવરમાં 1,17,000 ક્યૂસેક પાણીની આવક થતાં નર્મદા બંધ 132.41 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે હાલ ડેમનાં 7 દરવાજા ખોલવામાં આવ્યાં છે. પાણીની જાવકની વાત કરીએ તો 116085 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીનો વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી 132.41 મીટર પર પહોચી છે.જ્યારે રીવર બેડ પાવર હાઉસના 1200 મેગાવોટના 6 યુનિટ પણ ચાલુ છે.
નર્મદામાં એક લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી છે. તંત્રએ કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને સતર્ક કર્યા છે. પાણીની આવકને પગલે 1200 મેગાવોટના પાવર હાઉસના 6 યુનિટ ચાલુ કરવામાં આવ્યાં હતા. જે સતત છેલ્લા 12 દિવસથી ચાલુ છે.
આ પાવર હાઉસમાં 24 કલાકમાં 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસનાં 2 ટર્બાઇન પણ ચાલુ કરવામાં આવ્યા છે. આમ અંદાજીત 7 કરોડ ની રોજની વીજળી ઉત્પાદન થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
