શોધખોળ કરો

પશુપાલકો માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી મોટી જાહેરાત, રોજની આવક 5 રૂપિયા થશે

આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે.

North Gujarat Bio CNG announcement: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુઝુકી અને બનાસડેરી સંયુક્તપણે ઉત્તર ગુજરાતમાં પાંચ બાયો CNG સ્ટેશનની સ્થાપના કરશે. આ પ્રોજેક્ટ હેઠળ પશુઓના ગોબરમાંથી બાયો CNG નું ઉત્પાદન કરવામાં આવશે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી દ્વારા જિલ્લાના પશુપાલકોની આવક વધારવાના હેતુથી તથા વેસ્ટ ને વેલથથી બદલી સરકયુલર ઈકોનોમી ઊભી કરવાના હેતુ થી જૂન ૨૦૧૯માં બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ૪૦,૦૦૦ કિગ્રા/દિવસની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં દામા ગામની આસ પાસના છ ગામોના 150 પશુપાલકો પાસેથી ૧ રૂ/કિલોના દરે તાજું છાણ સંપાદન કરવામાં આવે છે. જે છાણ માંથી પ્રતિદિન ૫૦૦ ૬૦૦ કિલો. બાયો સીએનજી અને 10 12 મેટ્રિક ટન જૈવિક ખાતરનું ઉત્પાદન થાય છે.

આ પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈ ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટરે બનાસડેરીની સાથે મળી એન.ડી.ડી.બી.ના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં બીજા વધુ બાયોગેસ પ્લાન્ટોની સ્થાપના માટે ની સ્વૈચ્છિક પણે તૈયારી દર્શાવી હતી. બનાસડેરી અને એન.ડી.ડી.બીના સંયુક્ત ઉપક્રમે બાયો સીએનજી ગેસ સ્ટેશનની સંખ્યા વધારવા તકનીકી તેમજ આથિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જાપાનનાં ટોક્યો ખાતે ૧,૦૦,૦૦૦ કિલો/ દિવસ છાણની ક્ષમતા ધરાવતા ૪ નવા બયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે.

જેના ભાગ રૂપે ૨૬ જુલાઈ ૨૦૨૪ના રોજ સુઝુકી કંપની, જાપાનના પ્રમુખ તોશીહીરો સુઝુકી બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તોશીહીરો સુઝુકી દામા ખાતેના બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેશે તથા પાલનપુર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટની અને સણાદર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લેશે.

આ મુલાકાત દરમિયાન સણાદર પ્લાન્ટ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં સુઝુકી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા (SRDI), NDDB અને બનાસડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડીજાઈનો તૈયાર કરવામાં આવશે અને તે ટેકનોલોજી મુજબ પાંચમા પ્લાન્ટની સ્થાપના થરાદ વિસ્તારમાં કરવા માટેના 1100 કરવામાં આવશે.

આ થનાર કરારો પ્રમાણે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લિઝ મોડેલ ઉપર મારુતિ સુઝુકીની ઈકો વાહનો દ્વારા રૂરલ એન્ટરપ્રિન્યોર પણ તૈયાર કરવામાં આવશે. જેના પ્રાયોગિક પાયલોટ પ્રોજેક્ટ રૂપે બે ગામ પસંદ કરી ગામ દીઠ પાંચ મારુતિ સુઝુકી ઈકો વાહન લિઝ ધોરણે આપવામાં આવશે.

હાલમાં કાર્યરત પ્લાન્ટ, નવીન બની રહેલ પ્લાન્ટો અને ભવિષ્યમાં બનવાના છે તે પ્લાન્ટો થકી પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં બનાસડેરી નિર્ણાયક ભૂમિકા ભજવશે અને ગ્રીન તથા ક્લીન એનર્જિ પણ ઉત્પન્ન કરશે. ૮૫૫૯ વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતરનું પણ મબલક ઉત્પાદન આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે.

રસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના આડેધડ થતા ઉપયોગો ખતરનાક બિમારીઓને જન્મ આપે છે. સાથે સાથે જમીનના સ્વાસ્થય ને પણ નુકશાન પહોચાડે છે. જેના સામે ઓર્ગેનિક ખેતી થકી જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જાળવી રહે તથા ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મળે તે હેતુ થી બનાસ ડેરી દ્વારા ઓર્ગેનિક ખાતરોનું ઉત્પાદન કરવામાં આવે છે. જે માટે “ભૂમિ અમૃત” બ્રાન્ડ લોગો લોન્ચ કરાવામાં આવનાર છે. આ જૈવિક ખાતરની સાથે પાક માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર બનાસ બાયોગેસ પ્લાન્ટની લિક્વિડ પ્રોડક્ટ્સ “પાવર પ્લસ” પણ લોન્ચ કરવામાં આવશે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા સૂચનથી બનાસડેરી ને મળેલ રાહ ઉપર ચાલી બનાસડેરી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઈકોનોમી પ્રસ્‍થાપિત કરવા માટે આગળ વધી રહી છે. શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટોની જિલ્લામાં સ્થાપના કરવામાં આવશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Mahakumbh 2025: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અગાઉ ક્યા દેવતાની કરાય છે પૂજા
Mahakumbh 2025: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અગાઉ ક્યા દેવતાની કરાય છે પૂજા
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત
Embed widget