શોધખોળ કરો
શિવસેનાના ઉપપ્રમુખના દીકરાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો, હત્યાની આશંકા

ભરૂચઃ રાજ્ય શિવસેનાના ઉપપ્રદેશ પ્રમુખ અને અંકલેશ્વર GIDCની મધુવન સોસાયટીમાં રહેતા સતિષ પાટીલના 18 વર્ષીય દીકરાનો મૃતદેહ તેમના ઘરના કંપાઉન્ડમાંથી રહસ્યમય રીતે મળી આવ્યો હતો, જે અંગે પોલીસે તલસ્પર્શીય તપાસના ચક્રો ગતિમાન કાર્ય છે. અંકલેશ્વર GIDCની મધુવન સોસાયટીમાં રહેતા અને ગુજરાત રાજ્ય શિવસેનાના પ્રદેશના ઉપપ્રમુખ સતિષ પાટીલનો 17 વર્ષીય દીકરો વિવેક ઉર્ફે બાદલ પાટીલ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. તારીખ 24મીના રોજ બપોરના સમયથી વિવેક ગુમહતો અને તેના પરિવારજનો પણ તેની શોધખોળ કરી રહ્યા હતા. તેમજ તેના મોબાઈલ ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં કોઈજ ભાળ મળી ના હતી. પરિવારજનોએ દીકરાની કોઈ જ ભાળ ન મળતા આખરે તેના ગુમ થયા અંગેની ફરિયાદ GISC પોલીસ મથકમાં દર્જ કરાવી હતી. જોકે કોઈ તપાસ શરુ કરે તે અગાઉ જ મધ્યરાત્રી બાદ વિવેકનો મૃતદેહ તેના ઘર પાસેના કંપાઉન્ડમાંથી જ મળી આવ્યો હતો. અને પોલીસે વિવેકનો મૃતદેહ કબ્જે લઈને ભરૂચ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે યુવકના મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ અને તેના વિસેરાના નમૂના પણ પોલીસે લીધા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્યમય મોત પરથી પડદો ઉંચકાશે તેમ પોલિસ સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા પેહલા પોલીસે કેમેરા સમક્ષ કઈ પણ કેહવા તૈયાર નથી.
વધુ વાંચો





















