શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારે વરસાદની શક્યતાના કારણે રાજ્યના ચાર બંદર પર લગાવાયું 2 નબંરનું સિગ્નલ, જાણો વિગત
હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પાર કરશે.
ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાછે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નિસર્ગ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે. દમણ- મહારાષ્ટ્રની વચ્ચે વાવાઝોડું ત્રાટકશે. આ સમયે 100થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યના ચાર બંદર પર 2 નબંરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોધા, જાફરાબાદ, પોરબંદર અને ઓખા બંદર પર ભારે પવન સાથે વરસાદની શક્યતાને કારણે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પાર કરશે. વાવાઝોડાની દહેશતના પગલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારને પણ એલર્ટ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion