નવસારની ચીખલીમાં એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 5થી વધુ શ્રમિક ઇજાગ્રસ્ત
નવસારીના ચીખલી ખાતે તૈયાર થઇ રહેલા એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતાં હડકંપ મચી ગઇ. દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકોની ઇજા પહોંચ્યાને અહેવાલ છે.
નવસારીના ચીખલીમાં એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ હતી. અહીં નવ નિર્માણ પામી રહેલા એસટી ડેપો તૂટી પડતાં તે ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો પુરાવો જોવા મળ્યો. સ્લેબ ધરાશાયી થતા કામ કરી રહેલા શ્રમિકોને ઈજા પહોંચી છે. દુર્ઘટનામાં 5થી6 શ્રમિકો ઘવાયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ સહેતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યો હતા અને ઇજાગ્ર્સ્ત શ્રમિકોને હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી.
રોડ અકસ્માતની ઘટના
દાહોદના દાદુર નજીક અકસ્માતની ઘટનાસર્જાઇ છે. અહીં રિક્શા પલટતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા છે. સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં અકસ્માત નડ્યો. તો બીજી તરફ મહીસાગર જિલ્લામાં રોડ અકસ્માતે એક મહિલાનું ભોગ લીધો.લુણાવાડા તાલુકાના માળના મુવાડા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં
કારમાં સવાર એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય લોકોને ણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી ઇજાગ્રસ્તોને સારવાર આતે 108 મારફતે રીફર કરાયા હતા. પોલીસે અકસ્માતના પગલે તપાસ હાથ ધરી છે.
બિકાનેરમાં મોટો રોડ અકસ્માત, 5 ગુજરાતીઓના મોત
રાજસ્થાનનાજિલ્લાના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પર એક ટ્રક અને ટવેરા કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટવેરામાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ નોખા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે ટવેરામાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ, બે પુરૂષો અને એક બાળકના અકસ્માતમાં મોત થયા છે. તમામ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. પાંચેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં, એક્સપ્રેસ વે પર એક કાર અને એક ટ્રક જે તેજ ગતિએ જઈ રહી હતી તે સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા સંપૂર્ણ રીતે ટ્રકની નીચે દબાઈ ગઈ હતી.
મૃતક ગુજરાતના હતા
તેણે જણાવ્યું કે ટવેરા કાર ગુજરાત નંબરની હતી. સંભવત: આખો પરિવાર રાજસ્થાન આવી રહ્યો હતો અને શુક્રવારે અચાનક આ અકસ્માત થયો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનને બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી ટ્રક અને ટવેરાને અલગ કરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા કારનો સંપૂર્ણ પણે ચકનાચૂર થઈ ગયો હતો