શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, વીજળીનાં કડાકા સાથે 30થી 40 કિમીની પવન સાથે કચ્છ, દ્વારકા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયેલા જોવા મળ્યાં છે.
મહત્વનું છે કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં પણ શિયાળાની શરૂઆત થઈ નથી. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 20 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થવાની છે. તે પહેલા વરસાદની આગાહી છે.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક કચ્છ, દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion