શોધખોળ કરો

Banaskantha :  ડીસામાંથી SOGએ ડ્રગ્સ પેડલરને ઝડપ્યો, જાણો કેટલા લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

બનાસકાંઠા SOGની ટીમે નશાનો કારોબાર કરતા ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો હતો. ડીસા રામનગર સોસાયટીમાં ભાડે મકાન રાખી પેડલર ડ્રગ્સની હેરાફેરી કરતો ઝડપાયો છે.

બનાસકાંઠા: ડીસા શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે.  બનાસકાંઠા SOGની ટીમે નશાનો કારોબાર કરતા ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો હતો. ડીસા રામનગર સોસાયટીમાં ભાડે મકાન રાખી પેડલર ડ્રગ્સની હેરાફેરી કરતો ઝડપાયો છે. સુઈગામ કુંભારખા ગામનો યુવક ડીસામાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. SOGની ટીમે વિપુલ ગંગારામ વણોદની અટકાયત કરી છે.  યુવક પાસેથી 18.27 ગ્રામ  ડ્રગ્સના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  આ ડ્રગ્સના જથ્થા સહિત 1.13 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.  હાલ તો આ સમગ્ર કેસને લઈ  ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.    

વેરાવળ બંદર પરથી 350 કરોડના ડ્રગ્સમાં રાજકોટ કનેક્શન

ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે. 

ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. 

બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું

ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ  મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે. 

એક બોટમાંથી 50 કિલો સીલબંધ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો

ગીર-સોમનાથ પોલીસે 350 કરોડ કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલો સીલબંધ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો, જ્યારે 3 આરોપીની ધરપકડ અને 6ને રાઉન્ડ અપ કરાયા છે. ત્યારે આ નવમાંથી એક આરોપીનું રાજકોટ કનેક્શન ખૂલ્યું છે. આસિફ નામનો શખસ રાજકોટ- જામનગર વચ્ચે ઈકો કાર ચલાવતો હતો. તે બંદરે ડિલિવરી લેવા ગયો હતો. તેને વ્હોટ્સએપ પર ડિલિવરી ઓર્ડર મળ્યો હતો. રાજકોટ કનેક્શનમાં ચોંકાવનારી બાબત એ છે કે, આસિફને એક રાજકોટનો શખ્સ બાયપાસ પર પહોંચ્યા બાદ ડિલિવરી ક્યાં આપવાની છે તેની જાણ કરવાનો હતો ત્યારે હવે આ શખ્સ કોણ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Embed widget