દેશ માટે આવ્યા રાહતના સમાચાર, ચાલુ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું
હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 96થી 104 ટકા વરસાદ વરસશે.
ગાંધીનગરઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 96થી 104 ટકા વરસાદ વરસશે. પેસિફિક પ્રદેશ પર લા નીના સ્થિતિ પ્રવર્તી રહી છે.ચોમાસાની ઋતુ દરમિયાન લા નીનાની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. લા લીનાનો અર્થ થાય છે કે, ભારતમાં ભારે ઠંડી અને વરસાદની સંભાવના છે.
पूरे देश में दक्षिण पश्चिम मानसून ऋतुनिष्ठ (जून से सितम्बर) वर्षा सामान्य (दीर्घावधि औसत (एलपीए/LPA) का 96 से 104%) होने की सबसे अधिक संभावना है
— India Meteorological Department (@Indiametdept) April 14, 2022
હવામાન વિભાગ દ્ધારા જાહેર કરાયેલી આગાહી અનુસાર , દેશભરમાં સારો વરસાદ થશે. ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધુ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદની અપેક્ષા છે. IMD અનુસાર, ચોમાસાની સાથે લા નીનાની અસર પણ વરસાદ પર જોવા મળશે.
બીજી તરફ બનાસકાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આજથી બનાસકાંઠામાં કેનાલોમાં પાણી છોડવામા આવશે. આ જાહેરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કરી છે. બનાસકાંઠામાં કાર્યક્રમમાં સબોધન દરમિયાન સી.આર પાટીલે કહ્યું કે આજથી 10 દિવસ સુધી કેનાલમાં પાણી છોડાશે. ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે. છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા ત્યારે સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી છે.
Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર
Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ
Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત