શોધખોળ કરો

ગુજરાતમાં શિક્ષકોએ જૂન મહિનામાં આ કામ પણ કરવું પડશે, જાણો રાજ્ય સરકારે લીધો શું નિર્ણય ?

કોવિડ આર્મીમાં શિક્ષકો પેરામેડિકલ સ્ટાફની સાથે કામગીરી કરશે, જેથી રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવામાં મદદ મળશે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે શિક્ષકો પર ભારણ વધતું જાય છે. કોરોનાના સર્વેની કામગીરી શિક્ષકા પાસે કરાવ્યા બદા હવે શિક્ષણ વિભાગે કોરોના સામે લડવા માટે પેરામેડિકલ કર્મચારીઓની સાથે શિક્ષકોની કોવિડ આર્મી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના બે લાખ શિક્ષકો કાઉન્સેલિંગની સાથે જેમનામાં કોરોનાનાં લક્ષણ નથી એવા અસિમ્પટેમેટિક પેશન્ટના મોનિટરિંગમાં પણ જોડાશે. વેકેશન બાદ તમામ જિલ્લોઓમાં જૂનથી આ કામગીરી શરૂ થશે. રાજ્યમાં કોરોનાના વધતા વ્યાપથી સરકાર ચિંતિત છે ત્યારે શિક્ષણ સચિવ વિનોદ રાવે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક એસોસિએશનના હોદ્દેદારો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના દરેક જિલ્લામાં શિક્ષકોની કોવીડ આર્મી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. કોવિડ આર્મીમાં શિક્ષકો પેરામેડિકલ સ્ટાફની સાથે કામગીરી કરશે, જેથી રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવામાં મદદ મળશે. કોવિડ આર્મી કોરોના પોઝિટિવ પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે. આ ઉપરાંત જે હોમ ક્વોરન્ટાઇન છે તેવા લોકોનું મનોબળ વધારવા માટે પ્રયત્ન કરશે. જૂન મહિનામાં વેકેશન પૂરું થતાં જ આ કામગીરીની પણ શરૂઆત થશે. કોવિડ આર્મી માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરાઈ હતી, જેમાં તમામ સંઘના હોદ્દેદારો સંમત થયા હતા. પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર આવતા મહિને એટલે કે જૂનથી કામગીરી શરૂ કરાશે. કોવિડ આર્મીમાં જોડાનારા શિક્ષકો ફોન પર કાઉન્સેલિંગ કરશે. ખાસ કરીને હોમ બેઇઝ્ડ કોવિડ કેર કે, જેમાં એસિમ્પટોમેટિક પેશન્ટ ઘેર રહીને જ ટ્રીટમેન્ટ લેતા હશે ત્યાં શિક્ષક મેડિકલ ઓફિસર અને પેશન્ટ વચ્ચે કડીરૂપ રહેશે. તેઓ પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે. સાથે જ તેમને ફોન પર સલાહ આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ

Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ

Chattisgarh: છત્તીસગઢમાં સેનાએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત

ખાનગી નોકરીમાં અનામત પર NDAના આ સહયોગીએ કરી મોટી માંગ, કર્ણાટક સરકારના ફેંસલાનું કર્યુ સમર્થન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad| શાંતિપુરા પ્રા.શાળામાં ઘુસ્યા વરસાદી પાણી, ક્લાસરૂમમાં ભરાયા બે ફુટ પાણીGujarat rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?| Abp AsmitaNita Chaudhary | ફરાર લેડી કોન્સ્ટેબલ હવે પોલીસના સંકજામાં, બુટલેગરની સાસરીમાં સંતાઈ હતીGujarat Rain Forecast  | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ
Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ
Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Income Tax: જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે જાહેર કર્યુ એલર્ટ
Chattisgarh: છત્તીસગઢમાં સેનાએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત
Chattisgarh: છત્તીસગઢમાં સેનાએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત
ખાનગી નોકરીમાં અનામત પર NDAના આ સહયોગીએ કરી મોટી માંગ, કર્ણાટક સરકારના ફેંસલાનું કર્યુ સમર્થન
ખાનગી નોકરીમાં અનામત પર NDAના આ સહયોગીએ કરી મોટી માંગ, કર્ણાટક સરકારના ફેંસલાનું કર્યુ સમર્થન
અંબાણીને લુંટારુ કહેનારાને શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ‘આફત’નો વરસાદ, IMD એ જાહેર કર્યુ એલર્ટ

Junagadh Rain: ઘેડ પંથક જળબંબાકાર, સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

Chandipura Virus: ચાંદીપુરા વાયરસનો પગપેસારો વધ્યો, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 7 બાળકો લક્ષણ સાથે દાખલ કરાયા

Embed widget