શોધખોળ કરો
ઠાકોર નેતાએ કરી વિવાદિત પોસ્ટ, લખ્યું- દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો દૂધ પીતી કરી દો
અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર વિવાદિત પોસ્ટ ફેસબુક પર મૂકતા વિવાદ સર્જાયો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની અન્ય સમાજમાં લગ્ન કરે તો આપનો (આપણો કહેવા માંગે છે) જૂનો રિવાજ અમલ કરો દીકરી દૂધ પીતી બસ.

બનાસકાંઠાઃ દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી છોકરીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ત્યારબાદ તેની રાજ્યથી લઈને રાષ્ટ્રીય લેવલે ચર્ચાઓ થઈ હતી. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આ મામલે ચૂપકિદી સેવી હતી. ત્યારે ફરી એજ મામલે દીકરીઓને લઈને ઠાકોર નેતાએ વિવાદિત પોસ્ટ કરીને મહિલાઓની ગરીમાનું હનન કર્યું હતું. દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરે તો દૂધ પીતી કરી દેવાની સમાજના લોકોને આહવાન કરતી પોસ્ટ કરી હતી.
અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર વિવાદિત પોસ્ટ ફેસબુક પર મૂકતા વિવાદ સર્જાયો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની અન્ય સમાજમાં લગ્ન કરે તો આપનો (આપણો કહેવા માંગે છે) જૂનો રિવાજ અમલ કરો દીકરી દૂધ પીતી બસ.
બનાસકાંઠામાં દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અમલી બનાવવાની વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. AKTASના પ્રમુખ નવઘણજી ઠાકોરે દીકરીઓને દૂધ પીતી કરવાના રિવાજને અમલી બનાવવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાતા દીકરીઓને લઈને સમાજમાં હાલ પ્રવતર્તી નિમ્ન માનસિકતા છતી થઈ છે. જો કે, વિવાદને પગલે નવઘણજીએ પોતાની ફેસબુક પોસ્ટને ડિલિટ કરી દીધી હતી.
નવઘણજી ઠાકોરે વિવાદિત પોસ્ટ મૂકતા અનેક લોકોએ તેની ટિકા કરી હતી. જ્યારે કેટલાક લોકોએ સમર્થન પણ કર્યુ હતું.
અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર વિવાદિત પોસ્ટ ફેસબુક પર મૂકતા વિવાદ સર્જાયો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની અન્ય સમાજમાં લગ્ન કરે તો આપનો (આપણો કહેવા માંગે છે) જૂનો રિવાજ અમલ કરો દીકરી દૂધ પીતી બસ.
બનાસકાંઠામાં દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અમલી બનાવવાની વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. AKTASના પ્રમુખ નવઘણજી ઠાકોરે દીકરીઓને દૂધ પીતી કરવાના રિવાજને અમલી બનાવવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાતા દીકરીઓને લઈને સમાજમાં હાલ પ્રવતર્તી નિમ્ન માનસિકતા છતી થઈ છે. જો કે, વિવાદને પગલે નવઘણજીએ પોતાની ફેસબુક પોસ્ટને ડિલિટ કરી દીધી હતી.
નવઘણજી ઠાકોરે વિવાદિત પોસ્ટ મૂકતા અનેક લોકોએ તેની ટિકા કરી હતી. જ્યારે કેટલાક લોકોએ સમર્થન પણ કર્યુ હતું. વધુ વાંચો