શોધખોળ કરો

Panchmahal: વડોદરાના પ્રેમી પંખીડાની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ખળભળાટ

પંચમહાલ: વડોદરાના પ્રેમી જોડાની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. ગત 3 માર્ચથી ગૂમ યુવક યુવતીની લાશ ગોધરાનાં રતનપુર કાંટડી નજીક કેનાલમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પંચમહાલ: વડોદરાના પ્રેમી જોડાની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. ગત 3 માર્ચથી ગૂમ યુવક યુવતીની લાશ ગોધરાનાં રતનપુર કાંટડી નજીક કેનાલમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એકબીજાના હાથ બાધેલી હાલતમાં બન્નેની લાશ મળી આવી હતી. વડોદરાનાં સાવલી તાલુકાના નરભાપૂરા ગામનાં ચંદ્રિકા ગોહિલ અને બળદેવ રાઠોડ એક જ ગામનાં રહીશ છે. યુવક યુવતીએ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. કાકણપુર પોલીસે યુવક યુવતીની લાશ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.

 મહેસાણાના યુવાનને સંચાલકોએ ઢોર માર મારી પતાવી દીધો

એક યુવાનના હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાની ઘટના પરથી રહસ્યનો પડદો ઉઠ્યો છે. પાટમ શહેર બી ડીવીઝન પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ઘટના એવી છે કે આજથી આશરે 20 દિવસ પહેલા પાટણ સ્થિત જ્યોના વ્યશન મુક્તિ કેન્દ્ર ખાતે મહેસાણાનો યુવક હાર્દિક સુથાર દારૂ જેવા દુષણથી છુટકારો મેળવવા કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો. પરંતુ ઘટના એવી બની કે મૃતક યુવાનનું વ્યશન તો ન છૂટ્યું પરંતુ જીવન જ છૂટી ગયું. વ્યશન મુક્તિ કેન્દ્રના સંચાલક અને અન્ય ઈસમો મળીને કૃરતાથી માર મારી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.

પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી સરદાર કોપ્લેક્સમાં જ્યોના નશા મુક્તિ કેન્દ્ર કાર્યરત હોઈ જેમાં મહેસાણા જિલ્લાના મોટી દાઉ ગામના યુવક હાર્દિક રમેશ ભાઈ સુથારને દારૂ અને ડ્રગ્સનું વ્યસન લાગી ગયું હતું. જે વ્યસન છોડાવવા માટે તેના મામા દ્વારા પાટણ ખાતે આવેલ જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં છેલ્લા છ મહિનાથી સારવાર લઇ રહ્યા હતા અને બાદમાં તેઓએ ઘરે જવા માટે જીદ કરતા અને ઘરે જવા ન મળતા છેવટે હાર્દિક બાથરૂમમાં જઈ તેના હાથની નસને ચપ્પુ વજે કાપી નાખી હતી. જે બનાવની જાણ નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલને થતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં પ્લાસ્ટિકની પાઇપ લઇ હાર્દિકને ઢોર માર માર્યો હતો. 

બાદમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેલ બીજા પાંચથી સાત વ્યક્તિઓએ હાર્દિકના હાથ પગ દોરડા વડે બાંધીને તમામ વ્યક્તિઓ દ્વારા પ્લાસ્ટિકની પાઇપોથી અને ગડદા પાટુનો અને ગુપ્ત ભાગે ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ યુવકને અંદર એક રૂમમાં સુવાડી દીધો હતો. સતત બે કલાક સુધી હાર્દિક મારથી પીડાતો રહ્યો અને છેવટે અર્ધ બેભાન હાલતમાં થઇ જતા સંચાલક સંદીપ સહીત અન્ય સાગરીતો દ્વારા તેમની પ્રાઇવેટ ગાડીમાં હાર્દિકને લઇ તિરૂપતિ કોપ્લેક્સમાં આવેલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે હાર્દિકને મૃત જાહેર કર્યો હતો.

ત્યાર બાદ સંચાલક સંદીપ પટેલે હાર્દિક પટેલના મામાને ફોન કરી જણાવેલ કે હાર્દિકનું બીપી લો થઇ ગયું છે તેને સારવાર માટે લઇ જઈ છીએ તેવી વાત કરી હકીકત છુપાવી હતી અને સવારે હાર્દિકના મોત અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવારને વિશ્વાસમાં લઇ હાર્દિકની લાશને પરિવાર સાથે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિમાં લઈ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget