સૌરાષ્ટ્રના આ શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો, તંત્ર થયું દોડતુ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069 કોરોનાના નવા કેસ નોંધાયા હાહાકાર મચી ગયો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069 કોરોનાના નવા કેસ નોંધાયા હાહાકાર મચી ગયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં ઓમિક્રોન વેરિયંટનો પ્રથમ કેસ નોંધાયા બાદ સ્થાનિક આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સાંસદ નારણ કાછડીયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. હોસ્પિટલમાં ઊભી કરાયેલી વ્યવસ્થાનું સાંસદ નારણ કાછડીયાએ નિરીક્ષણ કર્યું હતું. અમરેલી જિલ્લાના આરોગ્ય અધિકારીના મતે હાલમાં જિલ્લામાં કોરોના સંક્રમણના 7 જેટલા એક્ટિવ કેસ છે.
નોધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમા ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ઓમિક્રોનના નવા 11, સુરત કોર્પોરેશનમાં ચાર, આણંદમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, કચ્છમાં બે, ખેડામાં એક, રાજકોટમાં એક નવો કેસ નોંધાયો હતો.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1 હજારથી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 103 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,755 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,52,072 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન
New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ