શોધખોળ કરો
Advertisement
PMના જન્મદિવસે ગુજરાતને મળી આ ગિફ્ટ, જાણો આ ગિફ્ટ વિષે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગુજરાતને એક અનોખી ગિફ્ટ મળી છે. આવનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2017માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવા માટે અમેરિકાએ સહમતિ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે ગુજરાત માટે આ સારા સમાચાર છે. વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી યુ.એસ. જોડાવાનું છે ત્યારે યુ.એસ.નાઆ નિર્ણયનું ગુજરાત સરકારે સ્વાગત કર્યું છે.
વાયબ્રન્ટ સમિટ સંદર્ભે અમેરિકા ગયેલા પ્રતિનિધિ મંડળે અમેરિકન સરકારના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ નિશા બીસવાલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બીસવાલે વિકાસ માટે સુધારાત્મક પગલાં અને ટકાઉ વિકાસ સાથેના ગુજરાત મોડલની પ્રશંસા કરી વાયબ્રન્ટ સમિટ 2017માં યુનાઇટેટ સ્ટેટ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટમાં અમેરિકાએ આપેલી પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવાની સહમતિને આવકારતાં જણાવ્યું હતું કે, આના કારણે ગુજરાતના વિકાસ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement