Bhupendra Patel Oath: ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ક્યાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત
ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે શપથ લેશે. તો બે દિવસ બાદ કેબિનેટના મંત્રીઓની શપથ લેશે
ગાંધીનગર:ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે શપથ લેશે. તો બે દિવસ બાદ કેબિનેટના મંત્રીઓની શપથ લેશે, ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારોહમાં હાજર રહેશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે બપોરે 2.20 કલાકે વાગે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ અપાવશે,.તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં સરકાર બનાવવાનો પ્રસ્વાત રજૂ કર્યો હતો.પ્રસ્તાવને સ્વીકારતા 13 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ભાજપના નેતા અને તેમનું પ્રતિનિધમંડળ પણ ઉપસ્થિત રહેશે, ગુજરાતના 17માં મુખ્યમંત્રીના શપથ સમારોહમાં ભાજપ શાસિત 4 રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહી શકે છે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બોમઇ અને ...આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા પણ ઉપસ્થિત રહેશે, કર્ણાટક, મધ્યપ્રદેશ,ગોવા, આસામ ના મુખ્યમંત્રીઓ ગુજરાતના મુખ્યમંત્રના શપથ સમારોહમાં હાજર રહેવાના હોવાથી એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવોયો છે.
ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.
ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે
ભૂપેન્દ્ર પટેલ એક મૃદુભાષી કાર્યકર તરીકે જાણીતા છે, જેમણે રાજ્યના રાજકારણમાં મ્યુનિસિપલ કક્ષાના નેતાથી લઈને ઉચ્ચ પદ સુધીની સફર કરી છે. પટેલે 2017માં પ્રથમ વખત રાજ્યની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને 1.17 લાખથી વધુ મતોથી જીત્યા હતા, જે તે ચૂંટણીમાં એક રેકોર્ડ છે. પટેલ તેમના સમર્થકોમાં પ્રેમથી 'દાદા' તરીકે ઓળખાય છે, તેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે. તેઓ જે વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે તે ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ છે.