![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત સરકારના આ મંત્રીએ પોતાના વિભાગમાં 15 હજાર યુવાઓની ભરતીનું કર્યું એલાન, જાણો વિગત
સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં 100 રસીકરણ થાય તે દિક્ષામાં કામ કરવા કહેવાયું છે.
![ગુજરાત સરકારના આ મંત્રીએ પોતાના વિભાગમાં 15 હજાર યુવાઓની ભરતીનું કર્યું એલાન, જાણો વિગત This Minister of Gujarat Government has announced the recruitment of 15 thousand youths in his department, know the details ગુજરાત સરકારના આ મંત્રીએ પોતાના વિભાગમાં 15 હજાર યુવાઓની ભરતીનું કર્યું એલાન, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/7d9a468e3a71ee595f28795121c862f2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: પંચાયત રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે DDOની કૉન્ફ્રસન્સ બોલાવી છે. ગાંધીનગર સ્વર્ણિમ 2 ખાતે રાજ્યના DDO હાજર રહેશે. જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે.
બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ગામનું કામ ગામમાં થાય તે રીતે સંચાલન થવું જોઈએ. સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં 100 રસીકરણ થાય તે દિક્ષામાં કામ કરવા કહેવાયું છે.
બ્રીજેશ મેરજાએ કહ્યું કે, પંચાયત વિભાગની ખાલી 15000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પંચાયતના ચૂંટાયેલા પધાધિકારીઓ નું માન સન્માન જળવાય તે માટે ddo ને મેં તાકીદ કરી છે. પદાધિકારીઓને વિશ્વાસમાં લઈને અધિકારીઓ કામગિરી કરે તો વધુ સારી રીતે કામગીરી થઈ શકશે. જન પ્રતિનિધિનું માન સન્માન ન જળવાય તે તૃટી ચલાવી નહિ લેવામાં આવે.
હાલમાં પંચાયત વિભાગની કુલ 16400 જગ્યાઓ ખાલી છે. ટૂંકા ગાળામાં જ ભરતાની કાર્યવાહી કરવામાં આવશે. આવતા 6 મહિનામાં આ ભરતી પુરી થાય તેવી અપેક્ષા છે. અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જુના ફોર્મ ભરાયા છે તેના ફોર્મ ફી પરત કરવામાં આવશે.
નવરાત્રી પહેલા ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થવાની સંભાવના, સરકાર લઈ શકે છે નિર્ણય
નવરાત્રિ પહેલા ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો પણ શરૂ થઇ જવાની પ્રબળ સંભાવના છે. આ મામલે આગામી સપ્તાહમાં શાળા સંચાલક મંડળ તરફથી નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે પણ નવરાત્રી પહેલા પ્રાથમિક ધોરણના (Offline Classes) વર્ગો શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થયા બાદ રાજય સરકારે ધીમે ધીમે તબક્કા વાર છૂટછાટો આપી છે. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના (Offline Classes) વર્ગો શરૂ છે ત્યારે ધોરણ 1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)