Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મોત, બીજેપી નેતાનું કનેકશન સામે આવતા રાજકારણ ગરમાયું
સુરેન્દ્રનગર: જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ત્રણ શ્રમિકોના ગેસ ગળતરનાં કારણે મોત થયા છે. આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે આ બનાવ બન્યો હતો.
સુરેન્દ્રનગર: જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ત્રણ શ્રમિકોના ગેસ ગળતરનાં કારણે મોત થયા છે. આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે આ બનાવ બન્યો હતો.
આ અંગે વિગતે વાત કરીએ તો, ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરતા બ્લાસ્ટ દરમ્યાન ઘટના બની હતી. સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનીજ માફીયા બેફામ બન્યા છે. જેના કારણે સરકારી સંપત્તિને ભારે નુકસાન તો થઈ જ રહ્યું છે સાથે સાથે નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે.
જો કે, ચોંકાવનાર વાત એ પણ સામે આવી છે કે, ત્રણેય શ્રમિકોના મોત બાદ ભીનું સંકેલવા માટે ખનિજ માફિયાઓ દ્વારા શ્રમિકોનાં મૃતદેહને સગેવગે કરવાના કોશીશ પણ કરાઇ હતી.
રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃતદેહ સગેવગે કરવા લાઇ જતા મુળી પોલીસ દ્વારા તેને જડપી પાડવામાં આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બનાવમાં ગેરકાયદેસર ખાણમાં ભાજપના તાલુકા પંચાયતનાં સભ્યનાં પતિ અને જીલ્લા પંચાયતનાં સભ્યનાં નામ ખુલ્યા હોવાની વાત સામે આવી રહી છે. ભાજપનાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનુ પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
છે.
આ બનાવમાં ગેરકાયદેસર ખાણમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પતિ ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા તેમજ જીલ્લા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ કેશાભાઈ પરમારનાં નામ ખુલ્યા છે. ભાજપનાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં સભ્ય દ્વારા જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનુ પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે ગઈકાલે ત્રણ શ્રમિકનાં ગૅસ ગળતરનાં કારણે મોત થયા હતા.
ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરતા બ્લાસ્ટ દરમ્યાન ઘટના બની હતી. રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃત દેહ સગેવગે કરવા લઈ જતા હતા ત્યારે રેડ પાડી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ તમામ સામે ગેરકાયદેસર ખનન કરવા અને શ્રમિકોના મોત નીપજ્યા તે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તમામ સામે ગેરકાયદેસર ખનન કરવા અને શ્રમિકોનાં મોત નીપજ્યા તે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ શરુ કરી તેમને પકડવા માટેની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.