ગુજરાતમાં હજું ત્રણ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ,રાજ્યના આ વિસ્તામાં હજું વરસાદની ઘટ
ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ પડ્યો
Weaher update:ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે.
અમદાવાદમાં ગઇકાલ રાત્રે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો. મોડી રાત્રે શહેરમાં વીજળી સાથે ભારે વરસાદ પડ્યો હતો. હજું પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. ગત રાત્રે બપોલ, ઘૂમા, સેલા, થલતેજ, એસજી હાઇવે, ચાંદખેડા,વેજલપુર, બાપુનગર એમ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી મહાલો જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મંડાણ થયું છે.
20 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો કેટલા ટકા વરસાદ પડ્યો
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 54% ઓછો વરસાદ પડ્યો છે. 20 સપ્ટેમ્બરમાં ગત વર્ષે 130 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં 76 ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 102 જળાશયો 70 ટકા અને 51 ડેમ ઓવર ફ્લો થઇ ચૂકયાં છે.
રાજ્યમાં ક્યાં વિસ્તારમાં હજુ વરસાદની ઘટ
સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદની 50 ટકા ઘટ હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ પડતાં હવે 16 ટાક જ ઘટ છે. મધ્યગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે રાજ્યના 8 જિલ્લાના 40 ટકા હજુ વરસાદની ઘટની છે.
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર એક્ટિવ થતા હજું રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં 25.27 વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 17.32, દક્ષિણ ગુજરાતમાં 43.46, મધ્ય ગુજરાતમાં 21.53, કચ્છમં
13.42, સૌરાષ્ટ્રમાં 24.37 ઇંચ વરસાદ પડ્યોછે.