માર્ગ અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત, મૃતક ત્રણમાંથી બે સગા ભાઈ હતા
Chhota Udepur News : છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના વંકલા ગામના ત્રણ યુવાનોનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. મૃતક ત્રણમાં યુવાનોમાંથી બે સગા ભાઈઓ હતા.
Chhota Udepur : છોટા ઉદેપુરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છોટાઉદેપુર નસવાડી તાલુકાના વંકલા ગામના ત્રણ યુવાનોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયા છે. આ ત્રણ યુવાનો એક જ બાઈક પર ગઈકાલે રાત્રે સેગપુરથી વંકલા તેમના ગામ આવતા હતા. એ દરમિયાન બાઈક પરનો કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી.
આ ઘટનામાં સંજયભાઈ મગડિયાભાઈ નાયકા, ઉંમર 19 વર્ષ, અજય બચુભાઈ નાયકા ઉંમર 22 વર્ષ, અને વિકેસ બચુભાઈ નાયક ઉંમર 19 વર્ષના મૃત્યુ થયા છે. મૃતક યુવાનો બે સગા ભાઈઓ પણ હોય, તેમના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
આ સમગ્ર મામલે નસવાડી પોલીસે અકસ્માતે ગુનો નોંધી, નસવાડી PHCમાં ત્રણેય મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકના મોત
મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. ઘટનાની જાણ થતાંત્રણ 108 ઘટનાસ્થળે પહોચી હતી તો ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ તાબડતોબ ધટના સ્થળે પહોંચ્યાં હતાં. આ દુર્ઘટનામાં 9 શ્રમિકના અવસાન થાય છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી. મીઠાની ફેક્ટરીમાં જ્યારે શ્રમિક કામ કરતા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં શ્રમિક દટાઇ જતાં 12 ના મોત થાય છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ટીમ પહોચી ગઇ હતી અને ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ઘરી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઇ હતી.