શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત કેટલાક જિલ્લાઓમાં પડ્યો વરસાદ, ક્યાં કેવો પડ્યો વરસાદ? જાણો વિગત
સૌરાષ્ટ્રના અમરેલી-જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. આ સાથે મહીસાગર અને દાહોદમાં પણ આજે સવારે વરસાદ પડ્યો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં વરસાદ છેલ્લા ઘણાં સમયથી હાથતાળી આપી રહ્યો છે. વાયુ વાવાઝોડાની અસર પછી વરસાદ પડતાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. જોકે, આ પછી વરસાદ નહીં આવતાં પાક સૂકાવો લાગ્યો છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અમરેલીની વાત કરીએ તો બગસરા શહેર તેમજ રફાળા ગામમાં સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે જુનાગઢ શહેરમાં પણ રાતે અને સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત રાજકોટના ગોંડલમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. હાલ, સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે મહીસાગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. મહીસાગરના લુણાવાડા , ખાનપુર સંતરામપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ દાહોદમાં પણ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે રાતની વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
આ ઉપરાંત આજે સવારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો. વલસાડ અને વાપીમાં આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સોમનાથમાં વરસાદ શરૂ થતાં લોકો વરસાદમાં ન્હાતા નજરે પડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement