Amreli: અમરેલીમાં ખુલ્લા કુવામાં ખાબકતા સિંહ અને સિંહણના મોત, સિંહને બચાવવા ખેડૂતનો મરણિયો પ્રયાસ ન આવ્યો કામ
અમરેલી: ખેડૂતોના ખુલ્લા કુવા સિંહો માટે મોતના કુવા બન્યા છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોટડા ગામના ખુલ્લા કૂવામાં બે સિંહો ખાબક્યા હતા. જે બાદ સિંહ અને સિંહણના ખુલ્લા કુવામાંથી મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
અમરેલી: ખેડૂતોના ખુલ્લા કુવા સિંહો માટે મોતના કુવા બન્યા છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોટડા ગામના ખુલ્લા કૂવામાં બે સિંહો ખાબક્યા હતા. જે બાદ સિંહ અને સિંહણના ખુલ્લા કુવામાંથી મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોટડા ગામની ખેડૂતની વાડીમાં સિંહ સિંહણના મૃતદેહો મળી આવતા વન વિભાગ એલર્ટ થયું છે. સિંહણના મોત બાદ રાત્રિના સિંહનો એજ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
સિંહણના મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહનો મૃતદેહ પાણીમાં ઉપર આવ્યા બાદ વનવિભાગે રેસક્યું કરી બહાર કાઢ્યો હતો. 40 ફૂટના ખુલ્લા કૂવામાં 20 ફૂટ પાણીમાં સિંહ સિંહણના ડૂબી જતાં મોત થયા હતા. કુવામાં ખાબકેલા સિંહને બચાવવા ખેડૂત દ્વારા મરણિયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિંહ સિંહણના મૃતદેહને પી.એમ.અર્થે સફારી પાર્ક ખસેડાયા હતા. સિંહ સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં હતાશા છવાઈ હતી.
અમદાવાદની આ બિલ્ડીંગના પાંચમાં માળે લાગી ભીષણ આગ
અમદાવાદ: શહેરના ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના પાંચમા માળે આગ લાગી છે. B73મા આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. જ્યારે ઘરના અન્ય સભ્યોનો બચાવ થયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ડ્રોઈંગ રૂમની પાછળ બાથરૂમ હતો. જેમાં ગીઝરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક ગીઝરના વાયરિંગમાં સ્પાર્ક થતા ધડાકો થયો હતો. જેના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના પ્રાયમરી તારણમાં શિયાળાના કારણે ઇલેક્ટ્રિક સપ્લાયમાં ઓવરલોડિંગ થયું હતું જેના કારણે સ્પાર્ક થયો હોવો જોઈએ. ઘટનાની જાણ થતા ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
સુરતમાં શાકમાં મિઠું વધુ પડી જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
સુરત: ત્રિપલ તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ શાકમાં મીઠું વધું પડતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્નીએ પતિને ફોન કરી ખબરઅંતર પૂછ્યા તો તેમણે ફોન પર કહ્યું, તલાક! તલાક! તલાક!
હવે આ મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી.
તો બીજી તરફ ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો. ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.