શોધખોળ કરો
સુરેન્દ્રનગરના આ તાલુકામાં નોંધાયા કોરોનાના બે કેસ, કેવી રીતે લાગ્યો ચેપ ? જાણો વિગત
થાનના શહેરી વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારમાં બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવ્યા છે.

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાલ, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે અમદાવાદ સિવાયના જિલ્લાઓમાં પણ કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વધુ બે કેસો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં બે કેસ સામે આવ્યા છે. થાનના શહેરી વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારમાં બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવ્યા છે.
થાન તાલુકાના અભેપર ગામની ૩૯ વર્ષની મહિલા અને થાન શહેરમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને કોરોના પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ અને અમદાવાદની હોવાનું બહાર આવ્યું છે. દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૪ ઉપર પહોંચી છે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ થાનમાં નોંધાયો હતો. જોકે, આ દર્દીએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. જોકે, આ પછી સુરેન્દ્રનગરમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. તેમજ થાનમાં પણ ફરીથી બે કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
