શોધખોળ કરો
Advertisement
પાટણઃ કોરોનાગ્રસ્ત નેદ્રા પાસે આવેલા સાત ગામોને બફર ઝોન જાહેર કરાયા, જાણો વિગત
સિદ્ધપુર તાલુકાને આઇસોલેટ લોકડાઉન કરીને સિદ્ધપુર તાલુકાની આસપાસની 17 જેટલી જગ્યાઓ પર ચેકપોસ્ટ બનાવીને 24 કલાક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
પાટણઃ સિદ્ધપુરના નેદ્રા ગામે કોરોનાના 12 કેસો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે નેદ્રાની આસપાસના ઊંઝાના સાત ગામોને પણ બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. વરવાડા, બ્રાહ્મણવાડા, વિશોળ, લિંડી, કહોડા, ખટાસણા અને જગનાથપુરા ગામને બફર ઝોનમાં મુકાયા છે. આ ગામમાં આવતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે. માત્ર એબ્યુલન્સ અને સ્મશાનના વાહનને છૂટ આપવામાં આવી છે. આ ગામોમાંથી સિદ્ધપુર તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. 7 ગામોમાં સરપંચના અધ્યક્ષ પદે સમિતિ બનાવાઇ છે.
કોરોના વાયરસ ને લઈને ઉત્તર ગુજરાતમાં એપી સેન્ટર બનેલ પાટણ જિલ્લામાં રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ પાટણની મુલાકાત લીધી હતી. કુલ 14 પોઝિટિવ કેસમાંથી સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાંથી આવેલ 12 કેસ પર ચિંતા વ્યક્ત કરી હતી. સિદ્ધપુર તાલુકાને આઇસોલેટ લોકડાઉન કરીને સિદ્ધપુર તાલુકાની આસપાસની 17 જેટલી જગ્યાઓ પર ચેકપોસ્ટ બનાવીને 24 કલાક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. આવનારા 3 દિવસ સુધી પાટણ જિલ્લામાં રહીને તમામ વિસ્તારોની સમીક્ષા કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion