શોધખોળ કરો

Gujarat rain: રાજ્યના આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ 27 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં  વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે, આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 27 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં  વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે, આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે.  26 નવેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે

27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.રાજ્યભરમાં ધીમ ધીમે  ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટ્યો છે અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.01 ડિગ્રી નોંધાયું છે. 

IMD અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત રાજ્ય, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.   દરમિયાન, આગામી 4 દિવસ માટે દેશના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાઇ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  

30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે.  જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડશે

26 નવેમ્બર અને રવિવારના દિવસે  છોટાઉદેપુર, તાપી, ડાંગ તથા દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં  રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Vastu Tips: સારો પગાર છતાં નથી બચતા પૈસા? આ વાસ્તુ ટિપ્સ અપાવશે ધન લાભ!
Vastu Tips: સારો પગાર છતાં નથી બચતા પૈસા? આ વાસ્તુ ટિપ્સ અપાવશે ધન લાભ!
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Embed widget