શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠાથી માર્ગો થયા પાણી પાણી, જાણો વિગત
ચલાલા શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે માર્ગો પાણી-પાણી થયા હતા. ચલાલા, મોરઝર, ઝપરડા, ગરમલી, દહીંડા સહિતના ગામડામાં વરસાદ પડ્યો હતો. માવઠાથી કપાસ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે.
અમરેલીઃ ઘણાં વર્ષો બાદ આ વખતે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લેતું. હાલ ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે જોકે વરસાદ બંધ થવાનું નામ લેતું જ નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડ તેવી સંભાવના છે.
આ દમરિયાન આજે બપોરે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ચલાલા શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે માર્ગો પાણી-પાણી થયા હતા. ચલાલા, મોરઝર, ઝપરડા, ગરમલી, દહીંડા સહિતના ગામડામાં વરસાદ પડ્યો હતો. અમરેલીના આંકડિયા, લુણીધારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલના ઘણા ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા. માવઠાથી કપાસ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે.
આ ઉપરાંત બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાના કારણે ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે.
બોલ સાથે ચેડા કરતો કેમેરામાં કેદ થયો વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી, ICC એ ફટકારી આ સજા, જાણો વિગત
સાવરકુંડલાના જેસર રોડ પર કાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement