શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો
આજે રાત્રે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોને રોડ પસાર કરવામાં મુશ્કેલી પડી હતી.
![રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો Unseasonal rain in Rajkot and surrounding area રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12211528/rajkot-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ઘણાં વર્ષો બાદ આ વખતે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લેતું. હાલ ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે જોકે વરસાદ બંધ થવાનું નામ લેતું જ નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં 13 અને 14 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડ તેવી સંભાવના છે.
આ દરમિયાન આજે રાત્રે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોને રોડ પસાર કરવામાં મુશ્કેલી પડી હતી. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે કપાસનો જથ્થો પલળી ગયો હતો. રાજકોટમાં ચોથીવાર કમોસમી વરસાદ પડ્યો હતો અને સતત 10 મિનિટ વરસ્યા બાદ વિરામ લીધો હતો.
અમરેલીના બાબરા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક પડેલા વરસાદી ઝાપટાથી જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતો અને ખેતરમાં ઉભેલા કપાસના પાકને નુકસાની થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં વેપારીઓનો પડેલો કપાસ વરસાદથી પલળી ગયો હતો.
હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે, અપર એર સાયક્લોન ડિસ્ટર્બન્સના કારણે 13 અને 14 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર સહિત અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મહેબુબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતાઃ શરદ પવાર; કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ: અહમદ પટેલ
મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી
![રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12211425/rajkot3-300x164.jpg)
![રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/12211447/rajkot4-300x174.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)