Video : હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠામાં કમોસમી વરસાદ, કરાનો વરસાદ થતાં બાળકોએ કરી કેવી મોજ?
ખેડબ્રહ્માના લાબંડીયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે પંથકમાં કમોસમી વરસાદ થયો.
બનાસકાંઠાઃ ખેડબ્રહ્માના લાબંડીયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે પંથકમાં કમોસમી વરસાદ થયો. ખેડબ્રહ્મામાં કરા સાથે વરસાદ વરસતાં બાળકોએ કરા ભેગા કર્યા હતા.
સાબરકાંઠામાં કમોસમી વરસાદ, કરા સાથે વરસાદથી કેવો સર્જાયો માહોલ? pic.twitter.com/CsUjHX6CFU
— ABP Asmita (@abpasmitatv) March 9, 2022
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક છુટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં માવઠા અથવા માવઠાની અસર વર્તાઈ શકે, જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળામાં સતત ચાર માવઠાથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી એક બે દિવસમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુ એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ઉનાળાના આગમન પહેલાં ફરી એકવાર મોસમમાં બદલાવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની દ્વારા બે - ચાર દિવસમાં રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
હવામાન વિભાગે સોમવારે શહેરમાં મહતમ તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રી નોંધાય તેવી શકયતા દર્શાવી છે. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી રહી શકે છે. જેમાં ભેજનું પ્રમાણ 27 ટકા અને હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવતીકાલ મંગળવારે શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 34 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે.