Uttarayan 2024 Live Updates : દાહોદમાં વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારમાં શોકનો માહોલ
Uttarayan 2024 Live Updates : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પતંગબાજો વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા છે
LIVE
Background
Makar Sankranti 2024: પતંગરસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.
આસ્થા અને ઉલ્લાસ સમાન ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પવનદેવ મહેરબાન રહેશે. દિવસ દરમિયાન 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા રહી શકે છે. જો કે બપોર બાદ પગનની ગતિ ધીમી પડે તો પતંગબાજોને ઠુમકા લગાવવા પડે તેવી પણ સંભાવના છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પતંગબાજો વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા છે. આખો દિવસ પતંગપ્રેમીઓ અગાશી, ધાબા કે છાપરા પર જ વિતાવશે. આબાલવૃદ્ધ સૌ કોઈ સવારથી મોડી સાંજ સુધી અવનવી અને રંગબેરંગી પતંગના આકાશી યુદ્ધમાં જ મગ્ન બન્યા રહેશે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાંતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે.
વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત
દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.
વલસાડ, મહીસાગર અને વડોદરામાં ત્રણના મોત થયા
ઉત્તરાયણ પર્વ પર રાજ્યમાં અત્યાર સુધીમાં 1 હજાર 426 ઈમરજન્સી કોલ આવ્યા હતા. વલસાડ, મહીસાગર અને વડોદરામાં ત્રણના મોત થયા હતા.
ભાવનગરમાં પતંગબાજી દરમિયાન બે લોકોને કરંટ લાગ્યો
ભાવનગરમાં પતંગબાજી દરમિયાન બે લોકોને કરંટ લાગ્યો હતો. શહેરના ગણેશ નગર ફિલ્ટરની ટાંકી પાસે સતિષ અને સુનિલ નામના બે યુવાનો વીજ લાઇનના સંપર્કમાં આવતા તેમને કરંટ લાગ્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ બે યુવાનો માટે પતંગની મજા સજામાં ફેરવાઇ હતી.
ગળામાં દોરી ફસાવાના કારણે બાળકનું મોત
ઉત્તરાયણના પર્વ પર પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. મહીસાગર જિલ્લામાં ગળામાં દોરી ફસાવાના કારણે બાળકનું મોત થયું હતું. ખારોલ ગામે બાળકના ગળામાં દોરી ફસાતા ગળું કપાયું હતુ. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
વડોદરામાં પતંગના દોરાએ વકીલનો ભોગ લીધો હતો
વડોદરામાં પતંગના દોરાએ વકીલનો ભોગ લીધો હતો. વાઘોડિયાના આમોદરના રસિક પટેલનું મોત થયું હતું. 67 વર્ષીય વકીલ રસિક પટેલ બાઇક પર જઇ રહ્યા હતા અચાનક પગમાં દોરો ફસાઈ જતા પટકાયા હતા. માથામાં ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું.