શોધખોળ કરો

Valsad: પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પ્રેમીએ પણ આપઘાત કરતા ચકચાર

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામમાં પ્રેમિકાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.  આ  ઘટનાની જાણ પ્રેમીને થતા યુવકે પણ અંતિમ પગલું ભરી દુનિયાને અલવિદા કહી દિધુ છે.

વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામમાં પ્રેમિકાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.  આ  ઘટનાની જાણ પ્રેમીને થતા યુવકે પણ અંતિમ પગલું ભરી દુનિયાને અલવિદા કહી દિધુ છે.  યુવતી નીલમબેન રામુભાઈ નાયકાની લાશ આંબાવાડીમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.  

આ ઘટના અંગે પ્રેમી સચિન રમણ ભાઈ પટેલને જાણ થતાં આઘાતમાં સરી પડેલ યુવકે પણ વાડીમાં પહોંચી  મોતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાનું સંકટ યથાવત રહેશે. દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે , ત્યાર બાદ 4 થી 5 મેથી વરસાદ વધુ રહેશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ

અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. ધારી શહેરમાં એક કલાક થી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ધારી શહેરના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ જીલ્લાના ધોરાજી વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું છે. સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ તલ અને મગ સહિતના પાકને નુકસાનની શક્યતા છે. જેતપુરમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget