Voter List Update 2025: ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન આવે તો શું કરવું? ચૂંટણી પંચે જણાવી આ સરળ રીત, 16 ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે લિસ્ટ
Voter list update 2025: ચિંતાનું કોઈ કારણ નથી: 15 જાન્યુઆરી, 2026 પહેલા ફોર્મ નં. 6 ભરીને નામ ઉમેરાવી શકાશે; SIR કામગીરીનું 82% થી વધુ ડિજિટાઈઝેશન પૂર્ણ.

Voter list update 2025: ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) હારીત શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મતદારનું નામ આગામી 16 December, 2025 ના રોજ પ્રસિદ્ધ થનારી 'ડ્રાફ્ટ મતદાર યાદી'માં જોવા ન મળે, તો ગભરાવાની જરૂર નથી. આવા મતદારો પાસે હજુ પણ તક રહેશે. તેઓ 15 January, 2026 સુધીમાં 'ફોર્મ નં. 6' ભરીને પોતાનું નામ આખરી યાદીમાં ઉમેરાવી શકશે. આ ઉપરાંત, રાજ્યમાં અત્યાર સુધીમાં 82.85% થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઈઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
16 ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે ડ્રાફ્ટ યાદી
ચૂંટણી પંચની રૂપરેખા મુજબ, રાજ્યભરમાં SIR (Special Intensive Revision) અંતર્ગત ગણતરીનો તબક્કો 11 December સુધી ચાલશે. ત્યારબાદ 16 December ના રોજ સત્તાવાર ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ યાદીમાં જે નાગરિકોના નામ સામેલ નહીં હોય, તેમની અલગ યાદી પણ કારણો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કચેરી) અને CEO ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર મૂકવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.
નામ ન હોય તો શું કરવું? (ફોર્મ નં. 6 નો વિકલ્પ)
ઘણા મતદારો એવા હોઈ શકે છે જે કોઈ કારણસર ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી. તેમના માટે ચૂંટણી પંચે રસ્તો ખુલ્લો રાખ્યો છે:
15 જાન્યુઆરી સુધીની તક: ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તેવા મતદારો 15 January, 2026 પહેલા Form No. 6 ભરીને મતદાર નોંધણી અધિકારીને આપી શકે છે. જો ફોર્મ માન્ય રહેશે, તો તેમનું નામ આખરી યાદીમાં ઉમેરવામાં આવશે.
તે પછી શું?: જો કોઈ 15 January પછી જાગે તો પણ ચિંતા નથી. તે સમયે પણ ફોર્મ 6 અથવા સુધારા માટે ફોર્મ 8 ભરી શકાશે અને 'સતત સુધારણા' પ્રક્રિયા હેઠળ નામ ઉમેરી શકાશે.
રાજકીય પક્ષો સાથે મહત્વની બેઠક
આ સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા માટે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની અધ્યક્ષતામાં ભાજપ (BJP), કોંગ્રેસ (INC), AAP અને BSP જેવા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ડિજિટાઈઝેશનની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ જિલ્લાઓ આ કામગીરીમાં મોખરે છે.
BLO અને સ્વયંસેવકોની ફોજ તૈનાત
રાજ્યભરમાં BLO (બૂથ લેવલ ઓફિસર્સ) સૈનિકોની જેમ કામ કરી રહ્યા છે. તેમની મદદ માટે શહેરી વિસ્તારોમાં 30,000 થી વધુ સ્વયંસેવકો પણ જોડાયા છે. આ ઉપરાંત, રાજકીય પક્ષોના 50,000 થી વધુ BLA (બૂથ લેવલ એજન્ટ્સ) પણ નાગરિકોને મદદ કરી રહ્યા છે. CEO એ પક્ષોને અનુરોધ કર્યો છે કે તેઓ વધુ ને વધુ BLA ની નિમણૂક કરે જેથી કામગીરી વધુ સરળ બને.
50 લાખ લોકોએ લીધો કેમ્પનો લાભ
મતદારોની સુવિધા માટે નવેમ્બર મહિનામાં 6 દિવસ (15, 16, 22, 23, 29 અને 30 November) ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ રાજ્યના 50 Lakh થી વધુ લોકોએ લીધો છે. આગામી તબક્કામાં પણ આવા જનહિતલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવશે.





















