શોધખોળ કરો
Advertisement
ખેડૂતોની વધી ચિંતાઃ અમરેલી-ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા
વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે.
અમદાવાદઃ જગતના તાત માટે ફરી એક વખત માઠા સમાચાર છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં અનેક સ્થળોએ કાળા ડિબાંગ વાદળોનું આવરણ છવાઈ ગયું છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે.
ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળો છવાઈ જતાં અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે. લોકોને બફારો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ ડબલ ઋતુના કારણે રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બુધવારે ગીરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. આકાશમાં ગાઢ વાદળો છવાઈ જતાં જગતના તાતનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. કમોસમી વરસાદ પડશે તો કેસર કરી, ચણા, ઘંઉના પાકને મોટું નુકસાન થશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
IPL ફ્રેન્ચાઇઝીનો માલિક ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો, કહ્યું- પંત પ્લેઇંગ ઇલેવનમાં કેમ નહીં, શું બેંચ ગરમ કરવા ન્યૂઝીલેન્ડ લઈ ગયા છો ?
SCનો રાજકીય પક્ષોને આદેશ, ઉમેદવારોને ક્રિમિનલ રેકોર્ડ વેબસાઇટ પર કરો જાહેર
મોદી સરકાર આપશે વધુ એક મોટો ઝટકો, રેલવેના ભાડામાં થશે વધારો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement