Gujarat: આ તારીખ પછી રાજ્યમાં ગરમી ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ આકરા તાપને લઈ આગાહી કરી છે.

Gujarat Heat : ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ આકરા તાપને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પાર વધવાનો છે. આગાહી મુજબ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ ફરી એક વાર તાપમાનના પારો 2થી 3 ડીગ્રી ઉચ્ચે થતાં કાળઝાળ ગરમી અનુભવાશે. આગામી ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરાવમાં આવી છે.
રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
20 માર્ચથી પડશે કાળઝાળ ગરમી
હવામાન વિભાગે 20 માર્ચથી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધી શકે છે. અનેક શહેરોમાં આકરા તાપની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચ બાદ વધુ ગરમી અનુભવાશે, આ સમય દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. કેટલાક શહેરોનું તાપમાન 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોમાં 4 ડિગ્રી તાપમાનનો પારો ઉંચે જવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેના કારણે ગરમી 42 ડીગ્રીને આંબે તેવી શક્યતા છે. ખાસ કરીને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાનું અનુમાન છે.
હવામાનમાં આવેલા બદલાવની સાથે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ગરમીથી રાહત મળી હતી, અહીં તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો. શનિવારે સવારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. હરિયાણાના ચાર જિલ્લામાં કરા પડ્યા હતા. ત્રણ દિવસ પહેલા ઉત્તરાખંડમાં પણ વરસાદ વરસ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
