હોદ્દો સંભાળતા જ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી બાબુઓને શું ઉચ્ચારી ચિમકી?
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ અને કાયદા મંત્રીનો કાર્યભાર સંભાળ્યાં બાદ સરકારી બાબુને ટકોર કરી હતી અને ચેતાવણી આપી હતી.
ગાંધીનગર:કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે મહેસૂલ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને આ અવસરે સરાકારી અધિકારીને મહત્વનો સંદેશ આપ્યો હતો.
સર્વિણમ સંકુલ-1માં બીજા માળે પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલની ચેમ્બર રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે વિધિવત રીતે કાયદા અને મહેસૂલ મંત્રી તરીકેનો તેમનો કાર્યભાર સંભાળ્યો. તેમણે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે ચેમ્બર્સમાં પ્રવેશ કર્યો હતો.
મહેસૂલ મંત્રીના તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે તેમણે મહત્વનું નિવેદન આપતા સરકારી અધિકારીઓને ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અધિકારીઓની કોતાહી અને ખોટી રીતે કામનો થતો વિલંબ સાખી લેવામાં નહીં આવે. જો અધિકારી મનમાની કરશે તો આવું વલણ કોઇ પણ અધિકારીનું નહી ચલાવી લેવાય”
મહેસૂલ મંત્રીના તરીકે ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સાથે રૂબરૂ થતાં જણાવ્યું કે,લોકોની સુખાકારી માટે કામ કરીશું, ન્યાય સસ્તો, સરળ અને શુદ્ધ ન્યાય મળે તે માટે કામ કરીશું,વકીલોની કોન્ફરન્સ કરીશું,મહેસુલ વિભાગમાં કાયદાની પ્રક્રિયાની અનેક સમસ્યાઓ હોય છે, લોકોની સમસ્યાનું સત્વરે નિવારણ થાય તે દિશામાં કામ કરીશું. સામાન્ય રીતે અધિકારીઓની ઢીલી નિતીના કારણે જમીનની નોંધ ઝડપથી પડતી નથી. વિલંબ થાય છે, જે હવે સાખી લેવામાં નહી આવે. આ પ્રક્રિયા સરળ થાય એ માટે મામલતદાર સુધી વીડિયો કોન્ફરન્સ કરીશ”મહેસૂલ મંત્રીના તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી દરમિયાન તેમણે આ મુદે નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો
ઉત્તરાખંડની ચૂંટણી પહેલા કેજરીવાલે કરી મોટી જાહેરાત, જાણો ક્યાં કર્યા 6 મોટા વાયદા
ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના દાદાનું નિધન, ફેસબુક પર લખી ભાવુક પોસ્ટ