શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? ગુજરાતમાં ક્યારથી શરૂ થશે કાતિલ ઠંડી? જાણો વિગત
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડી પડે તેવી શક્યતાઓ નહીંવત જોવા મળી રહી છે. ડીસેમ્બરના પહેલા સપ્તાહથી ઠંડીનું જોર વધશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
અમદાવાદ: ગુજરાતમાં નવેમ્બર મહિનાનું છેલ્લુ વીક ચાલી રહ્યું છે છતાં પણ શિયાળાની જમાવટ જોવા મળતી નથી. માત્ર મોડી રાતે ફુલ ગુલાબી ઠંડી અનુભવાય છે. બાકી બપોરના સમયે તો ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા વચ્ચે બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો જોકે ત્યાર બાદ અચાનક ગાયબ થઈ ગયો હતો.
જોકે હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડી પડે તેવી શક્યતાઓ નહીંવત જોવા મળી રહી છે. ડીસેમ્બરના પહેલા સપ્તાહથી ઠંડીનું જોર વધશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે વાતાવરણ સ્વચ્છ થઈ ચૂક્યું છે ત્યારે શિયાળો પણ દસ્તક કરી રહ્યો છે. હજુ ગુજરાતમાં સામાન્ય ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની હવામાન ખાતાની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જે રીતે ચોમાસુ લાંબુ ચાલ્યું હતું તે જ રીતે શિયાળો પણ લાંબો ચાલે તેવી હવામાન વિભાગ અગાઉ કહી ચૂક્યું છે. ડીસેમ્બરથી ઠંડી તેની રફ્તાર પકડશે જે છેક ફેબ્રુઆરી સુધી ચાલી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion