(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: મતદાનને દિવસે કામદારોને આપવી પડશે સવેતન રજા, નિયમનું ઉલ્લંઘન કરનાર માલિક સામે થશે કાર્યવાહી
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તારીખ ૦૧ ડિસેમ્બર અને તારીખ ૦૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તારીખ ૦૧ ડિસેમ્બર અને તારીખ ૦૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ અંગે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.
વર્ષ 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના કામદાર/કર્મચારીઓને બે તબક્કામાં એટલે કે અનુક્રમે તારીખ ૦૧ ડિસેમ્બર અને તારીખ ૦૫ ડિસેમ્બરના રોજ જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.
આ ઉપરાંત, નોંધાયેલ મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જો સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવો મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે, તેમ પણ મુખ્ય નિર્વાચન અધિકારીએ વધુમાં જણાવ્યું છે.
પ્રથમ તબક્કાના મતદાન પહેલા ખજૂરભાઈએ શું કરી અપીલ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. મતદાનને લઈ તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. આજે યુટ્યુબર અને સમાજસેવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. ખજૂરભાઈએ યુવા મતદારોને ખાસ વોટ કરવા અપીલ કરી છે.
1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન
- કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
- સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
- મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
- રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
- જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
- જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
- ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
- અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
- ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
- બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
- નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
- ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
- સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
- તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
- ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
- નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
- વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)