(Source: ECI/ABP News/ABP Majha)
દાહોદમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સામાન્ય બાબતે ચપ્પુના ઘા મારી કરાઇ યુવકની હત્યા
દાહોદમાં ભર બજારે જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.
દાહોદઃ દાહોદમાં ભર બજારે જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, શહેરના એમ જી રોડનો કૂકડા ચોક વિસ્તારમાં બાઈક ઉપર જઈ રહેલા યુનુસ કતવારા વાલા નામના યુવકને અન્ય એક યુવકે અચાનક જ ઉપરા ઉપરી 10થી 15 ચપ્પુના ઘા ઝીંકી દેતા યુનુસ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો ઘાયલ યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ. બનાવને પગલે પોલીસનો ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો તપાસ હાથ ધરી હતી.
માહિતી અનુસાર યુનુસ બાઈક ઉપર જઇ રહ્યો હતો ત્યારે ટ્રાફિકના કારણે વચ્ચે ઉભેલા યુવક ને સાઈડમાં ખસી જવાનું કહેવા બાબતે બોલાચાલી થતાં યુનુસને ચપ્પુના ઘા ઝીંકી દીધા હોવાની વાત બહાર આવી છે. જો કે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના રદ્દ કરી
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે આદિવાસીઓના રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તાપી-પાર લિંક યોજના પ્રોજેક્ટ
તાપી-પાર લિંક યોજના અંતર્ગત નદીઓનું પાણી દરિયામાં વહી જતું રોકવા માટે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પાર અને દમણગંગા નદીને જોડાણ કરવામાં આવનાર હતી અને આ માટે આ નદીઓ પર 7 ડેમ બનાવવામાં આવનાર હતા. આ 7 ડેમમાં ડાંગ જિલ્લાના ચિકાર ડેમ, પાર નદી પર ઝરી ડેમ, અંબિકા નદી પર ચિકારા અને દાબદર ડેમ અને પૂર્ણા નદી પર કેલવણ ડેમ બનાવવામાં આવનાર હતા. આ 7 ડેમ દ્વારા એકત્ર થયેલા પાણીને દરિયામાં વહી જતું રોકીને ઉત્તર ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારોમાં લઇ જવાનો આ સમગ્ર પ્રોજેક્ટ હતો.
આ 7 ડેમ માટે જમીન સંપાદન કરવામાં આવનાર હતું, અને વૃક્ષો પણ કાપવામાં આવનાર હતા. જેનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યાં હતા. કોંગ્રેસે આ મુદ્દાને આદિવાસીઓ સાથે જોડ્યો અને આંદોલનો કર્યા. આદિવાસીઓ સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં હતા.